Gujarati - Insulin Information

Web Resource Last Updated: 28-09-2023

ઇન્સ્યુલિન વિશેની માહિતી-

અહીં તમને વિવિધ પ્રકારનાં ઇન્સ્યુલિન પર માહિતી મળશે (નીચે આલેખો ઇન્સ્યુલિનની ક્રિયા વિરુદ્ધ ઇન્જેક્શન લીધાને વીતેલા કલાકો બતાવે છે).

ઝડપથી કામ કરતું ઇન્સ્યુલિન

દ્રાવ્ય ઇન્સ્યુલિન

  • ઍક્ટરૅપિડ
  • હ્યુમ્યુલિન એસ
  • હાઇપ્યુરિન પોર્સાઇન ન્યુટ્રલ
  • ઇન્સ્યુમૅન રૅપિડ

એક વખત ઇન્જેક્શન લીધા બાદ તે ઝડપથી રક્તપ્રવાહમાં શોષાય છે અને 30 મિનિટની અંદર કામ શરૂ કરે છે, ઇન્જેક્શન બાદ 2થી 4 કલાકની વચ્ચે મહત્તમ કાર્યક્ષમતા પ્રાપ્ત કરે છે અને 8 કલાક સુધી ચાલે છે. સામાન્ય રીતે મુખ્ય ભોજન પહેલાં 20થી 30 મિનિટ અગાઉ ઇન્જેક્ટ કરવામાં આવે છે.

ઝડપથી કામ કરતું ઍનાલૉગ ઇન્સ્યુલિન

  • હ્યુમાલૉગ
  • નોવોરૅપિડ
  • ઍપિડ્રા

દ્રાવ્ય ઇન્સ્યુલિનને બદલે વપરાતા ઝડપથી કામ કરતાં ઍનાલૉગ ઇન્સ્યુલિનને ભોજન પૂર્વે આદર્શ રીતે 10થી 15 મિનિટ પૂર્વે ઇન્જેક્શનથી લેવું જોઈએ, જોકે, કેટલાક લોકો ખોરાક સાથે કે તે લીધા બાદ ઇન્જેક્શન લેવાનું પસંદ કરે છે.   ઇન્જેક્શન લીધાની 15 મિનિટની અંદર તે કામ કરવાની શરૂઆત કરે છે, 50થી 90 મિનિટમાં મહત્તમ કાર્યક્ષમતા પ્રાપ્ત કરે છે અને ઇન્સ્યુલિનના ડોઝના આધારે 2થી 5 કલાક માટે લોહીમાં ગ્લુકોઝ પર અસર કરવાનું ચાલુ રાખી શકે છે.

બૅકગ્રાઉન્ડ ઇન્સ્યુલિન

આઇસોફૅન ઇન્સ્યુલિન

•    ઇન્સ્યુલૅટાર્ડ

•    હ્યુમ્યુલિન I

•    હાઇપ્યુરિન પોર્સાઇન આઇસોફૅન

•    ઇન્સ્યુમૅન બેસલ


આઇસોફૅન ઇન્સ્યુલિનો દેખાવમાં ધૂંધળાં લાગે છે અને ઇન્જેક્શન પૂર્વે બરાબર મિશ્ર કરવા પડે છે. મોટેભાગે આ ઇન્સ્યુલિન સવારે અને ત્યારબાદ રાત્રે સૂતી વખતે એમ દિવસમાં બે વખત લેવામાં આવે છે. જોકે, ક્યારેક દિવસમાં એક વખત પણ લેવામાં આવે છે. ઇન્જેક્શન લીધા બાદ તે 2 કલાક બાદ કામ કરવું શરૂ કરે છે, 4થી 6 કલાક બાદ મહત્તમ કાર્યક્ષમતા પ્રાપ્ત કરે છે અને 8થી 14 કલાક સુધી તેની અસર રહે છે.

લાંબો સમય કામ કરતાં ઍનાલૉગ

•    લેવેમિર ( દિવસમાં એક વખત કે બે વખત લઈ શકાય છે)

•    લૅન્ટસ (સામાન્ય રીતે દિવસમાં એક વખત, પરંતુ ક્યારેય દિવસમાં બે વખત)

લાંબો સમય કામ કરતાં ઍનાલૉગ્ઝ રંગે સ્પષ્ટ હોય છે, આઇસોફૅનને બદલે તેમનો ઉપયોગ થઈ શકે છે અને વધારે લાંબો સમય ચાલે છે, ઇન્જેક્શન બાદ 2 કલાક બાદ કામ કરવાની શરૂઆત કરે છે અને 18થી 24 કલાક સુધી તેની અસર રહે છે.

મિશ્ર ઇન્સ્યુલિન

ઝડપથી કામ કરતાં અને લાંબો સમય કામ કરતાં ઇન્સ્યુલિનનું વિવિધ શક્તિઓનું મિશ્રણ.

મિશ્ર માનવ ઇન્સ્યુલિન

•    હ્યુમ્યુલિન M3

•    ઇન્સ્યુમૅન કૉમ્બ 15

•    ઇન્સ્યુમૅન કૉમ્બ 25

•    ઇન્સ્યુમૅન કૉમ્બ 50

સામાન્ય રીતે રોજ દિવસમાં બે વખત લેવામાં આવે છે, નાસ્તા પહેલાં અને સાંજના ભોજન પહેલાં આશરે 30 મિનિટ પહેલાં.

મિશ્ર ઍનાલૉગ

•    નોવોમિક્સ 30

•    હ્યુમાલૉગ મિક્સ 50 (જો તમારી ડાયબીટિસની ટીમ દ્વારા ભલામણ કરવામાં આવી હોય તો તેને

   સવારના નાસ્તા, બપોરના ભોજન અને સાંજના ભોજન વખતે એમ 3 વખત પણ લઈ શકાય છે)

•    હ્યુમાલૉગ મિક્સ 25

ઍનાલૉગ મિશ્રણો ઝડપથી કાર્ય કરે છે; તે સામાન્ય રીતે દિવસમાં બે વખત આપવામાં આવે છે અને ભોજનની 5થી 15 મિનિટ પહેલાં ઇન્જેક્શનથી લેવામાં આવે છે. જોકે, કેટલાક લોકો ખોરાક સાથે કે ખાધા બાદ ઇન્જેક્શન લેવાનું પસંદ કરે છે.

ઇન્સ્યુલિન પ્રારંભ ટોચ પર અવધિ
ફિએસ્પ (નોવોરૅપિડ)- ઇન્સ્યુલિન ઍસ્પાર્ટનું ઝડપથી કામ કરતું સૂત્રણ 4 મિનિટ 1થી 3 કલાક 3થી 5 કલાક
નોવોરૅપિડ, હ્યુમાલૉગ ઍપિડ્રા 100 યુનિટ્સ/મિ 5થી 15 મિનિટ 50થી 90 મિનિટ 2થી 5 કલાક
ઍક્ટરૅપિડ, હ્યુમ્યુલિન S, હાઇપ્યુરિન ન્યુટ્રલ 30 મિનિટ 2થી 4 કલાક 8 કલાક સુધી
ઇન્સ્યુલૅટાર્ડ, હ્યુમ્યુલિન I, હાઇપ્યુરિન આઇસોફેન  100 યુનિટ્સ/મિલિ 2 કલાક 4થી 6 કલાક 8થી 14 કલાક
લૅવેમિર 100 યુનિટ્સ/મિલિ (ઇન્સ્યુલિન ડેટેમિર) 2 કલાક કોઈ સ્પષ્ટ શિખર નહિ 18 કલાક સુધી
લૅન્ટસ 100 યુનિટ્સ/મિલિ (ઇન્સ્યુલિન ગ્લાર્જિન) 2 કલાક કોઈ સ્પષ્ટ શિખર નહિ 18થી 24 કલાક સુધી
ઍબેસેગ્લર 100 યુનિટ્સ/મિલિ 2 કલાક કોઈ સ્પષ્ટ શિખર નહિ 18થી 24 કલાક સુધી
તુજેઓ   (ઇન્સ્યુલિન ગ્લાર્જિન 300 યુનિટ્સ/મિલિ) 6 કલાક કોઈ સ્પષ્ટ શિખર નહિ 24 કલાકથી વધારે
ટ્રૅસિબા   (ઇન્સ્યુલિન ડેગ્લુડૅક) કે જે 2 સાંદ્રતાઓમાં ઉપલબ્ધ છે: 200 યુનિટ્સ/મિલિ અને 100 યુનિટ્સ/મિલિ 30થી 90 મિનિટ કોઈ સ્પષ્ટ શિખર નહિ 42 કલાક

ઝલ્ટોફી = બેસલ ઇન્સ્યુલિન અને GLP1

(ઇન્સ્યુલિન ડેગ્લુડૅક/લાઇરેગ્લુટાઈડ)

30થી 90 મિનિટ કોઈ સ્પષ્ટ શિખર નહિ 42 કલાક

 

 

Leave a review